Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2008

લોકોની ભીડમાં રહો છો એકલા મળતાં નથી
એકલા મળો છો ત્યારે બોલવા શબ્દો જડતાં નથી.

*********************************

અંતરની વાત કરો, શા નું આ અંતર છે
પકડી તો લ્યો છો હાથ પણ પુરા ઢળતાં નથી

થોડા વરસાવો છો તમે રંગોના છાંટણા
આ ફાગણની ફોરમે ય તમે પુરા ચળતાં નથી


*********************************

ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં
શાને ગભરાય છે સખી બુન્દ એકાદમાં

ઝબુકે જો વિજળી તો મુજ મહી લપાજે
ને થરથરે બે બદન કયા ઝબકારે આજે?!

છે ધરતી મેઘનું મિલન વર્ષો બાદમાં.
ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં

મેઘ ગરજશે, મોર ટહુકશે ને હશો તમે યાદમાં
ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં

*********************************

એક તારી છબી મળી હોત,
જીંદગી મને નવી મળી હોત.

હું ક્યાં કહું છું કે તું મને મળે
સ્મરણ તારું છે મને બસ હરપળે
તું, તું નહીં અજનબી મળી હોત.
એક તારી છબી મળી હોત

જીવી તો જવાશે યાદોમાં તારી
થોડી ખુવારી ને થોડી ખુમારી
ઇન્સાન નહી, નબી મળી હોત
એક તારી છબી મળી હોત

*********************************

જો તું મને પુછે કે મને શું ગમે?
તો હું ફટટ કહું કે મને તું ગમે !

આમ તો વરસાદ મને ગમતો નથી
પણ તું સાથે હોય તો બધ્ધુ ગમે.

Advertisements

Read Full Post »