Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Rajesh

 

holi_gallery_04_470x300

 

હોળી એ એક આનંદોલ્લાસનું પર્વ છે. તેમાં એક બાજુ ઉત્સાહ અને ઉમંગની લહેરો છે તો બીજી બાજુ તેમાં કેટલીક બુરાઈઓ પણ છે. કેટલાક લોકો આ અવસર પર અબીલ-ગુલાલ ઉડાડે છે. હોળી એ સમ્મિલન, મિત્રતા અને એકતાનું પર્વ છે. આ દિવસે ભેદભાવ ભૂલીને સૌની સાથે પ્રેમ અને ભાઈચારાપૂર્વક હળવું-મળવું જોઈએ. એકતા, સદ્ભાવના અને ઉલ્લાસનો પરિચય કરાવવો જોઈએ. હોળીના પર્વનો મૂળ ઉદ્દેશ આ છે.

યુવા છોકરીઓની તો હોળી ઊજવવાની સ્ટાઇલ જ કંઇક અલગ હોય છે. અને એમાંય જ્યારે એ સ્કૂલ-કોલેજ ગોઇંગ ગર્લ હોય ત્યારે તો ખાસ. તેઓ તો મસ્ત બનીને આ રંગોના તહેવારની મજા મણે છે. પોતાની સ્કૂલ, કોલેજ કે સોસાયટીના મિત્રો સાથે મળીને ખૂબ જ મસ્તી કરે છે. એક ઉત્સાહી યુવતી પોતાની એક મિત્રને ત્યાં જાય છે અને તેને રંગ લગાડે છે, પછી તેના ઘરેથી બંને જણા ભેગા મળીને ત્રીજાના ઘરે જાય છે અને પછી ચોથાના ઘરે આમને આમ મિત્રોનો મેળાવડો થતો જાય છે અને રચાતું જાય છે મદમસ્ત મસ્તીનું વાતાવરણ પણ. જો કોઇ મિત્ર શરમાળ હોય તો અનેક બહાના કાઢે છે કે ઘરમાં ક્યાંક છૂપાઇ રહે છે. જો કે મિત્રો પણ હોંશિયાર હોય છે. ગમે તેમ કરીને તેને શોધી કાઢીને રંગી જ નાખે છે. મિત્રો માટે તો એકબીજાની નજીક આવવાનો આ અનેરો અવસર હોય છે.

Advertisements

Holi

લોકોની ભીડમાં રહો છો એકલા મળતાં નથી
એકલા મળો છો ત્યારે બોલવા શબ્દો જડતાં નથી.

*********************************

અંતરની વાત કરો, શા નું આ અંતર છે
પકડી તો લ્યો છો હાથ પણ પુરા ઢળતાં નથી

થોડા વરસાવો છો તમે રંગોના છાંટણા
આ ફાગણની ફોરમે ય તમે પુરા ચળતાં નથી


*********************************

ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં
શાને ગભરાય છે સખી બુન્દ એકાદમાં

ઝબુકે જો વિજળી તો મુજ મહી લપાજે
ને થરથરે બે બદન કયા ઝબકારે આજે?!

છે ધરતી મેઘનું મિલન વર્ષો બાદમાં.
ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં

મેઘ ગરજશે, મોર ટહુકશે ને હશો તમે યાદમાં
ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં

*********************************

એક તારી છબી મળી હોત,
જીંદગી મને નવી મળી હોત.

હું ક્યાં કહું છું કે તું મને મળે
સ્મરણ તારું છે મને બસ હરપળે
તું, તું નહીં અજનબી મળી હોત.
એક તારી છબી મળી હોત

જીવી તો જવાશે યાદોમાં તારી
થોડી ખુવારી ને થોડી ખુમારી
ઇન્સાન નહી, નબી મળી હોત
એક તારી છબી મળી હોત

*********************************

જો તું મને પુછે કે મને શું ગમે?
તો હું ફટટ કહું કે મને તું ગમે !

આમ તો વરસાદ મને ગમતો નથી
પણ તું સાથે હોય તો બધ્ધુ ગમે.

‘વેલેન્ટાઈન ડે’

Love 

યુવા હૈયાઓના દિલની ધડકન એટલે.
૧૪ ફેબ્રઆરી એટલે ‘વેલેન્ટાઈન ડે’

વેલન્ટાઇન ડેની સાચી ઉજવણી એટલે

વેલન્ટાઈન ડેના એટલે ફેબ્રુઆરીની ૧૪મી તારીખે આપણે પ્રેમની વિશેષ ઉજવણી કરીએ છીએ. ફેબ્રુઆરીની પહેલી તારીખથી આપણે વેલન્ટાઈન ડેની ઉજવણીની યોજનાઓ કરીએ છીએ. નાનામોટા સૌ લોકો ખાસ કરીને યુવક-યુવતીઓ વેલન્ટાઈન ડે ઊજવવા માટે નવી નવી રીતો શોધતાં હોય છે. એમાં પ્રેમપાત્ર વ્યકિતને આકર્ષણ વેલન્ટાઈન ડે શુભેરછક કાર્ડ મોકલવામાં આવે છે. હીરામોતી, સોનાની વીંટી, ગુલાબનું ફૂલ આપવામાં આવે છે. કેક, ચોકલેટ કે અન્ય મીઠાઈઓ મોકલવામાં કે સાથે બેસીને ખાવાની મજા પણ માણવામાં આવે છે. તો અમુક લોકો હોટલમાં જાય છે અને નાચગાન તથા ભોજનસમારંભમાં ભાગ લઈને વેલન્ટાઈન ડે જવે છે. વેલન્ટાઈન ડે ખરા દિલથી ઊજવવા માટે એનું હાર્દ સમજવાની જરૂર છે. વેલન્ટાઈન ડેના મૂળમાં શહીદ થઈ ગયેલા ‘વેલન્ટાઈન’ નામે એક ખિ્રસ્તી ધર્મગુરુ છે.

કહી ના શકાયું તમને….

Photobucket

કહેવું હતુ ઘણુંય તમને
પણ કહી ના શકાયુ તમને

કરી હિંમત કહેવા તમને
પણ કહી ના શકાયુ તમને

કરવો હતો પ્રેમ ઘણોય તમને
પણ કહી ના શકાયુ તમને

આપવું હતું ફુલ ગુલાબનું તમને
પણ આપી  ના  શકાયુ તમને

મળવું હતું કાંકરીયાની પાળે તમને
પણ મળી ના શકાયુ તમને

કહું છું આ ગઝલમાં  તમને
કરું છું પ્રેમ આજ સુધી તમને

                        – રાજેશ રાઠોડ
 

તસવીરની સાથે…..

LOVEતમારા ઈન્તજામાંLOVELoeveLOVELOVELOVE TEALOVE 
LOVELOVELoveDog LoveLoveLOVE

આજનાં યુવક-યુવતીઓ

આજનાં યુવક-યુવતીઓ સાથે આ સમસ્યા અંગે કદાચ વાત કરવાનો પ્રસંગ ઊભો થાય તો તેઓ પોતાનો પક્ષ પણ સારી રીતે રજૂ  કરે છે. આવી સમગ્ર વાતનો સાર એવો નીકળે છે કે માબાપો પોતાનાં સંતાનો પ્રત્યે જે કંઈ ફરજ બજાવવાની હોય તે જરૃર બજાવે, બાકી તેમણે વૃદ્ધાવસ્થામાં પોતાનાં પુખ્ત સંતાનોનો આધાર શોધવાનો નહીં! પરણેલા પુત્રો પાસેથી ઝાઝી આશા રાખવા જેવું જ નથી. તેમાં પણ મુશ્કેલી સર્જાય છે. વૃદ્ધ સ્ત્રી માટે તો દીકરી અને જમાઈ સારાં હોય, રાખે તેવાં હોય તો પણ દીકરાનું ખરાબ ન દેખાય તે માટે પોતાની જાતને કેળવવી પડે છે અને પુત્ર સાથે રહેવું પડે છે.

આવાં વૃદ્ધો માટે સૌથી વધુ મુશ્કેલી ત્યાારે ઊભી થાય છે જ્યારે પૌત્રો-પૌત્રીઓ દીકરા કે દીકરી કરતાં વધુ વહાલ દર્શાવે છે. પૌત્રોનો ઝાઝો મોહ કેળવવામાં પણ દુ:ખી થવા જેવું થાય છે, કેમ કે દીકરા-વહુને આ જમાનામાં તેમનાં સંતાનો ઉપર તેમના દાદા-દાદીનો કોઈ અધિકાર મંજૂર હોતો નથી!

વિચિત્રતા તો એ વાતની છે કે પૌત્ર-પૌત્રીઓ તો દાદા-દાદીનું વહાલ ઝંખે છે. તેઓ તો દાદા-દાદીને ચાહે છે અને તેમને તેમની સોબત ખૂબ ગમે છે. પણ દીકરા-વહુને તો એમ જ લાગે  છે કે આ ડોશા-ડોશી બાળકોને ઈરાદાપૂર્વક બગાડી રહ્યાં છે! વહુને થતું હોય છે કે ડોશીના દીકરાને તો જેમતેમ માંડ માંડ લડી-ઝઘડી મારા બનાવવા મથી રહી છું ત્યાં તેઓ બાળકોને પડાવી લેવાનો પેંતરો તો નહીં કરતા હોય?

જિંદગીની આ એક કરુણ વાસ્તવિકતા આજકાલ વધુ ને વધુ વરવા સ્વરૃપે નજરે પડી રહી છે તે સૌ કોઈ જુએ છે અને અનુભવે છે. કમનસીબે યા સદનસીબે ભગવાને માબાપની આંખે મોહના પાટા બાંધ્યા છે કે આપણને આપણાં સંતાનોનું કશું ખરાબ દેખાતું નથી. આપણે આપણાં બાળકોમાં કશો દોષ જોઈ શકતા નથી. દીકરો સ્વાર્થી અને સંકુચિત મનનો હશે તો પણ આપણે તેની વહુને જ દોષ દઈશું. આપણને આપણી દીકરી નિષ્ઠુર બની ગયેલી લાગે તો આપણે એનો પોતાનો કોઈ દોષ નહીં જોઈએ- જમાઈનો કે સાસરિયાંનો દોષ જોઈશું!

– રાજેશ રાઠોડ